ગુજરાતની વિધાનસભા ચૂંટણીની બીજા તક્કામાં ફોર્મ ભરવાની અને ભરાયેલા ફોર્મની સ્ક્રુટિની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ૧૬૬૪ ઉમેદવારી ફોર્મમાંથી ૪૮૮ ફોર્મ વિવિધ કારણોસર રદ કરવામા આવ્યા છે. જ્યારે ૧૧૭૬ ઉમેદવારી ફોર્મ માન્ય કરાયા છે.
ગુજરાતની વિધાનસભાચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ૧૪મી ડિસેમ્બરે ૯૩ બેઠકો માટે મતદાન થશે.પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૧૭૦૦થી વધુ ફોર્મ ભરાયા અને ૪૨૩ ફોર્મ રદ થયા હતા અને બાકીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા હતા અને અંતે ૮૯ બેઠકો માટે ૯૭૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અામ પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૯૭૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મત અજમાવશે. જ્યારે બીજા તબક્કામાં સ્ક્રુટિની બાદ ૧૧૭૬ ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા ૯૦૦થી વધુ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે.