ગુજરાતના રાજકારણની બાજીમા ફરી એકવાર ભાજપે તેનું નામ રોશન કર્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણભૂમીમાં ભાજપે વિજય રૂપાણીને ઉતાર્યા હતા, પરંતુ ચૂંટણીના પરિણામોએ તેમને પાછળ રાખી દીધા છે. ભાજપે ભલે જીતના પરચમ લહેરાવી છઠ્ઠી વખત સત્તાના સિંહાસન પર કબજો મેળવવામાં સફળ રહી હોય, પરંતુ છેલ્લાં 22 વર્ષમાં તે પ્રથમ વખત 100 સીટનો આંકડાને પાર કરી શકી નથી. આ માટે ભાજપ રૂપાણીના વિકલ્પો તરીકે મુખ્યમંત્રીના ચહેરાને શોધી કાઢે તો નવાઈ નહી. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને ધારી સફળતા મળી નથી.
ગુજરાતની 182 બેઠકોમાં ભાજપને 99, કૉંગ્રેસના ગઠબંધનને 80 અને 3 અન્ય ખાતાઓમાં છે. આ વખતે ચૂંટણીના પરિણામોએ ભાજપના વિજયને ફિક્કો કરી દીધો છે. જો ભાજપે દમદાર જીત મેળવી હોત તો કદાચ રૂપાણીને ફરીથી CMની ટિકિટ મળી જાત પરંતુ હવે તેમના માટેનું ચઢાણ થોડું મુશ્કેલ દેખાય છે અને CMની રેસમાં ઘણા ચહેરા દેખાય છે. નીતિન પટેલ, સ્મૃતિ ઇરાની, પરસોત્તમ રૂપાલા, મનસુખ ભાઇ માંડવીયા, આરસી ફળદુ અને વજુભાઈ વાળાનો સમાવેશ થાય છે. ભાજપના આ અભેદ્ય દુર્ગ સિંહાસન પર કોણ અારૂઢ થાય છે, તે આ પાંચ ફેક્ટર નક્કી કરશે.
ભાજપને અા વખતે પોતાનો સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતને બચાવવા માટે નાકે ચણા અાવી ગયા હતા.ભાજપે છઠ્ઠી વખત જીત મેળવી પરંતુ પહેલા કરતા 16 બેઠકોમાં ઘટાડો થયો ભાજપના કાર્તાધર્તા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાં કોઈ અેવી વ્યક્તિને બેસાડશે જે સંગઠનોને મજબૂત કરી શકે અને જે 2019ની લોકસભાની ચૂંટણીમાં છેલ્લા રેકોર્ડને પુનરાવર્તન કરવાની ક્ષમતા રાખતો હોય. ગઇ ચૂંટણીમાં ભાજપને રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો ગ્રાફ અને બેઠકોમાં વધારો થયો છે. સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસની સફળતાથી થોડો બેચેન છે.અાવા કપરા સમયે અાલાકમાન અેવા વ્યક્તિને સત્તા સોંપશે જે ભાજપના અભેદ્ય કિલ્લાને અેમજ રાખે.
મજબુત નેતૃત્વ, જાતિય સમિકરણ, ક્ષેત્રીય સંતુલન, તેમજ 2019ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ CMની પસંદગીનો કળશ ઢોળશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.