ગુજરાત સરકાર તરફતી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાછલા ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે અનેક ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રોડ શો યોજશ્યો હતો. રોડ શોમાં અનેક ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું.
Gujarat CM Shri @Bhupendrapbjp and Shri Neeraj Akhoury, CEO of @Holcim (Ambuja Cement & ACC) met and explored avenues of collaboration at Mumbai Roadshow organised as pre-event of #VGGS2022. pic.twitter.com/DloCKcaawA
— CMO Gujarat (@CMOGuj) December 2, 2021
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંદર્ભમાં બીજી ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું. ગુરૂવારે સવારે મુંબઇની તાજ મહેલ પેલેસ હોટલમાં યોજાયેલા રોડ-શોમાં બિઝનેસમેન, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.
ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંપ્રધાન કનુ દેસાઇ, ઊદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્યપ્રધાન મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવઓ પણ હાજર રહ્યા હતા.
Gujarat CM Shri @Bhupendrapbjp had an insightful interaction on investment opportunities in the State with Chairman of @hindujagroup Shri Ashok Hinduja as a part of #VGGS2022 Roadshow being held today at Mumbai. pic.twitter.com/9TkceMdWpb
— CMO Gujarat (@CMOGuj) December 2, 2021
આ રોડ શોમાં હોલસીમ અંબુજા સિમેન્ટ અને ACC)ના સીઈઓ નીરજ અખોરી, બેંક ઓફ અમેરિકાના ચેરમેન અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે મુલાકાત કરી હતી. ગ્લોબલ વાયબ્રન્ટ સમિટીની પ્રિ-ઈવેન્ટમાં કાકુ નખાતેએ ગાંધીનગર ગિફટ સિટી ખાતે બિઝનેસ સેન્ટર કર્યું છે અને મુખ્યમંત્રીએ તેમને VGGS2022 માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ મેસવાણી સાથે સહયોગ અને ઉદ્યોગ વિસ્તરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બન્ને વચ્ચેની બેઠક ફળદાયી રહી હતી.