ગુજરાત વિધાનસભાના પરિણામ અાવી ગયા છે. ભાજપે 99, કોંગ્રેસે 77 બેઠકો મેળવી છે.દક્ષિણ ગુજરાતના પરિણામો સામે અાવી ગયા છે. સુરતમાં 15માંથી 12 બેઠક ભાજપે જીતી છે. અા વખતે ભાજપ સામે પાટીદાર અાંદોલન જીએસટી ફેક્ટર નોટબંધી જેવા અનેક મુદાઓ હતા અામ છતા જનતાએ ભાજપ પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો.સુરત ઈસ્ટમાં ભાજપના અરવિંદ શાંતીલાલ રાણાને 72638 મત મેળવ્યા હતા. તો સુરત વેસ્ટમાં ભાજપના પૂર્ણેશ મોદીને 111615 મત મેળવ્યા હતા.તો સુરત નોર્થમાં ભાજપના બલાર કાંતીભાઈ હીમતભાઈને 58777 મત મેળવ્યા હતા. તો વલસાડમાં ભાજપના ભરતભાઈ કીકુભાઈ પટેલે 101736 મત મેળવ્યા હતા.વાઘોડિયા બેઠક પર ભાજપના શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈ 63049 મત મેળવ્યા હતા. સુરતમાં પાટીદારોના બહુમતી ધરાવતા વિસ્તારમાં વરાછા રોડ પર ભાજપના કિશોર કાનાણી (કુમાર) 68472 મત મેળવ્યા હતા.વરાછામાં પાટીદાર વિરૂદ્ધ પાટીદાર હતા જેમાં કુમાર કાનાણી જંગી બહુમતીથી જીત્યા હતા તેમની સામે ધીરૂભાઈ ગજેરાની કારમી હાર થઈ હતી.કતારગામમાં વિનોદભાઈ મોરડીયાએ 125387મત મેળવ્યા હતા તો અોલપાડમાં મુકેશભાઈ પટેલ 147828મત મેળવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં જે બેઠકો ઘટી તે ભાજપે અહીંથી કવર કરી હતી. અગાઉ દોલતભાઈ દેસાઈ અને નરોતમ પટેલ વર્ષો પહેલા મિનિસ્ટર હતા.અા વખતે દક્ષિણ ગુજરાતમાંથી ભાજપ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મિનિસ્ટર મળે તેવી અહીંના લોકોની માગ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત માટે સુરત અને વલસાડમાં વધુ બેઠકો મળવાને કારણે છે.અામ સુરત અને દક્ષિણ ગુજરાતની સ્થાનીક સમસ્યાનું નિરાકરણ અાવે તેવું માની રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.