ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી ભાજપ અને કૉંગ્રેસ નગરપાલિકાચૂંટણીમાં અામને સામને છે. રાજ્યના 33 જિલ્લાઓના 74 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે, 64.37 ટકા મતદાન થયુ હતું.આજે તમામ બેઠકોનું પરિણામ આવશે. ગણતરી ચાલુ છે. બપોર સુધી તમામ બેઠકો પરિણામો સાફ થઈ જશે.
જૂનાગઢની વીસાવદર નગરપાલિકામાં કોંગ્રેસ 13 અને ભાજપ 11 બેઠકો જીતી છે.માંગરોળ પાલીકામાં ચોરવાડમાં ભાજપે 7 કોંગ્રેસે 13 બેઠકો મેળવી છે. વંથલીમાં ભાજપ 4 અને કોંગ્રેસને 20 બેઠક મેળવી છે.માણાવદરમાં 10 ભાજપ, 1 કૉંગ્રેસ અને 1 અન્યએ જીતી છે.
તાપીમાંથી ભાજપના પૂર્વ પ્રમુખ દીપક વસાવાને હારનો સામનો કરવો પડ્યો છે.બાલાસિનોરમાં ભાજપ પેનલે વોર્ડ નંબર 2 જીત મેળવી છે.રાપર નગરપાલિકામાં ભાજપ 11 અને કોંગ્રેસને 13 બેઠકો જીતી છે. દ્વારકા નગરપાલિકા વોર્ડ નંબર 3 ભાજપ પેનલે જીતી.વિદ્યાનગર વોર્ડ નંબર 4 ભાજપે જીતી.
વીસાવદર નગરપાલિકા વોર્ડ નંબર 3ની તમામ ત્રણ બેઠકો કોંગ્રેસે જીતી. ખેરાળુ નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપે જીતી. અમરેલી રાજુલા નગરપાલિકા કોંગ્રેસે જીતી.વંથલી વોર્ડ નંબર 2 કોંગ્રેસે જીતી.રાજુલા વોર્ડ નંબર 1 કોંગ્રેસે જીતી.