ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત અાંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની ગુજરાતની ધોરાજીની વિધાનસભા બેઠક પ્રતીષ્ઠાનો પ્રશ્ન બની છે. આવું એટલે માનવામાં આવે છે કારણ કે હાર્દિકના મુખ્ય સહયોગી લલિત વસોયા અહીંથી કોંગ્રેસની ટિકિટ પર પસંદગીના મેદાનમાં ઉતર્યા છે.
આ બેઠક પર વસોયા સામે ભાજપના દિગ્ગજ નેતા અને લોકસભાના પૂર્વ સભ્ય હરીલાલ પટેલની સાથે છે. રાજકોટ જિલ્લામાં આ મતદાન ક્ષેત્રે પાટીદારોની મોટી સંખ્યા છે પરંતુ સાથે સાથે મુસ્લિમ અને દલિત પણ મોટી સંખ્યામાં છે.
પરંપરાગત રીતે અા બેઠક પર કોંગ્રેસનો કબ્જો રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પટેલ સમુદાયના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ તરફથી પાંચ વખત અા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. અત્યારે રાદડિયા લોકસભામાં પોરબંદરના ભાજપના સાંસદ છે.
અા બેઠક પર પાટીદાર અને દલિત મુદાઓ સિવાય સ્થાનીક વિકાસ પણ છે. ધોરાજી શહેરમાં રસ્તાઓ ખરાબ છે, ખેડૂતોને મગફળી અને કપાસનો પૂરતો ભાવ મળતો નથી. અા જ કારણે પાસના નેતાઓ સ્થાનીક મુદાઓ પર મતદારોને રીજવવા મથી રહ્યા છે.
ધોરાજી અેક માત્ર અેવી વિધાનસભા સીટ છે જ્યાં કોંગ્રેસે હાર્દિક પટેલની અાગેવાનીમાં પાસના નેતા વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. વસોયાઅે જણાવ્યું કે અહીં સ્થાનીક મુદાઓ ખુબજ મહત્વના છે. ભાજપ તેના શાસન કાળમાં લોકોની અપેક્ષા પર ખરા ઉતરી શક્યા નથી. હવે જોવાનું અે છે કે મતદારોને કેટલા વિશ્વાસમાં લઈ શકશે.