સુરતના પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરશે હાર્દિક પટેલ. હાર્દિક પટેલના રોડ શો સાથે યોગી ચોકમાં સભાનું આયોજન કરવામા આવ્યું છે. હાર્દિક પટેલનો રોડ શો અને સભા ભાજપ માટે હાલ ચિંતાનો વિષય બની ગઈ છે. આ પહેલાં વરાછા રોડ પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામા આવ્યુ હતું તેની સફળતા બાદ હવે ચુંટણી પહેલા હાર્દિક પટેલની સભા માટે કવાયત શરુ થઈ ગઈ છે.
ચુંટણી પહેલાં પાંચ વિધાનસભા વિસ્તારમાં હાર્દિક પટેલની રેલી અને ત્યાર બાદ યોગી ચોક ખાતે સભાનું આયોજન કરવામા આવ્યું છે. હાર્દિક પટેલની સુરતની સભા અને રોડ શો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
તમને જણાવી દઈએ કે સુરતનાં વરાછા, કામરેજ, કતારગામ, કરંજ અને ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા ખુબજ છે અાથી કોંગ્રેસ મતદારોને પોતાના તરફ વાળવા હાર્દિક પટેલનો સહારો લેશે.