પિરિયડ્સના સમયે મહિલાઓના શરીરમાં કેટલાક હાર્મોનલ ફેરફારો થાય છે, જેને કારણે તેમના મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, ભાવુક થવું સામાન્ય વાત હોય છે. આ સમયમાં મહિલાઓના શરીરમાં દર્દની સમસ્યા પણ રહે છે. એ માટે અનેક ઘરેલું નુસખા પણ અપનાવાય છે. જોકે ક્યારેક એનાથી પણ લાભ નથી મળતો, પરંતુ આવા સમયમાં કેટલીક એક્સર્સાઇઝ એવી છે જે ઘણી કારગર સાબિત થાય છે. આજે અમે તમને એવાં જ કેટલાંક વર્કઆઉટ્સ વિશે જણાવીશું, જે પિરિયડ્સ દરમિયાન દુખાવામાં તો રાહત આપશે, સાથે મૂડ પણ ઠીક કરશે. પિરિયડ્સ દરમિયાન જો તમને દર્દ ન થતું હોય તો તમે જૉગિંગ કરી શકો છો, આનાથી તમારી ફેટ તો બર્ન થશે, સાથે તમારો મૂડ પણ ઠીક રહેશે. ધ્યાન રાખજો કે જૉગિંગ કરતી વખતે વધુ દૂર સુધી ન જવું, નહીં તો અન્ય સમસ્યા પણ થઈ શકે છે. આમ તો કહેવાય છે કે પિરિયડ્સના સમયમાં વધુ ને વધુ આરામ જ કરવો જોઈએ, પરંતુ એવા સમયમાં વૉકિંગ કરવું જોઈએ, જેથી ધ્યાન ડાઇવર્ટ થાય અને ફિટનેસ પણ જળવાઈ રહે, સાથે મૂડ પણ ઠીક થઈ જાય છે. જોકે શક્તિ કરતાં વધુ વૉક કરવાનું ટાળવું જોઈએ. પિરિયડ્સ દરમિયાન યોગ કરવાથી આરામ મળે છે. યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે જે પિરિયડ્સ દરમિયાન પણ લઈ શકાય છે, આથી તમને દુખાવામાં રાહત મળશે અને મૂડ પણ ઠીક થશે.
Thursday, May 16