છોકરીઓ મોટે ભાગે પોતાના પર્ફેક્ટ ફિગર માટે ખૂબ મહેનત કરતી હોય છે. ટોન્ડ બૉડી અને પર્ફેક્ટ ફિગર પ્રત્યેક મહિલાની ખ્વાહિશ હોય છે. આ ટોન્ડ બૉડીનો એક ખાસ ભાગ બ્રેસ્ટ પણ હોય છે. પ્રત્યેક મહિલા કે છોકરી ટોન્ડ અને ચોક્કસ સાઇઝની બ્રેસ્ટની ખ્વાહિશ રાખે છે, પરંતુ અનેક મહિલાઓની બ્રેસ્ટની સાઈઝ નાની હોય છે, જેથી તે ડી-મોટિવેટ થઈ જાય છે. અનેક રિસર્ચ પ્રમાણે, બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે કેટલીક કુદરતી અને સહેલી રીત હોય છે, જેની મદદથી બ્રેસ્ટની સાઈઝને વધારી શકાય છે. બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે એક્સર્સાઇઝ કેટલાક અંશે મદદ કરી શકે છે. કેટલીક એક્સર્સાઇઝ, જેવી કે પ્લેંક, પુશઅપ, વૉલ પ્રેસ, ચેસ્ટ પ્રેસ વગેરેની મદદથી બ્રેસ્ટના ટિસ્યૂ સ્ક્વિઝ થાય છે, જે બ્રેસ્ટની સાઈઝ વધારવામાં મદદગાર સાબિત થાય છે. બ્રેસ્ટ મસાજ કરવાથી પણ તેની સાઇઝ વધી શકે છે. આમ કરવાથી બ્રેસ્ટમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જે બ્રેસ્ટને ઓવરઑલ હેલ્થ માટે યોગ્ય હોય છે, એટલે રોજ નિયમિત 15 મિનિટ બ્રેસ્ટ મસાજને રુટિનમાં સામેલ કરવું જોઈએ. યોગ્ય બ્રા પહેરવાથી પણ બ્રેસ્ટને યોગ્ય શેપ મળે છે. જો આપે યોગ્ય સાઈઝની બ્રા ન પહેરી હોય તોપણ બ્રેસ્ટ લૂઝ પડી જાય છે અને એનો ગ્રોથ રોકાઈ જાય છે, એટલે સારી અને પર્ફેક્ટ સાઈઝની બ્રાની પસંદગી કરો.
Thursday, May 16