1 ઓક્ટોબરના રોજ દુનિયાભરમાં વેજિટેરિયન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વેજિટેરિયન ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં શાકાહારી ભોજન અને તેના લાભ વિશે લોકો જાગૃત કરવાનો છે. લોકો કહે છે કે, જે લોકો નોન વેજિટેરીયન છે તેમના શરીરમાં પ્રોટીનની ખામી હોતી નથી, પરંતુ જે વેજિટેરિયન છે તે એ વાતથી પરેશાન છે કે, તેમના શરીરમાં પ્રોટીનની ખામી તો નથી. જો તમને પણ એવુ લાગે છે કે, તમારા શરીરમાં પ્રોટીનની ખામી છે તો તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે તમને કેટલાક એવા વેજિટેરિયન ફૂડ વિશે જણાવીશુ જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે.
ટોફૂ
ટોફૂ પ્રોટીનનો એક સારો સ્ત્રોત હોય છે. જેમાં બધા 8 જરૂરી અમીનોં એસિડ પણ હાજર હોય છે. ટોફૂમાં પ્રોટીન સિવાય આઈરન, કેલ્શિયમ, ફોસ્ફોરસ અમે મેંગનીજ જેવા અન્ય મિનરલ્સ પણ સામેલ હોય છે.
સોયા મિલ્ક
સોયા મિલ્કમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડનું સારુ પ્રમાણ સામેલ હોય છે. તે સાથે તેમાં ફેટ પણ ઓછુ હોય છે. માનવામાં આવી રહ્યુ છે કે, એક કપ સોયા મિલ્કમાં લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે.
નટ્સ
ઘણીલખત આપણે સાંજના સમયે નાસ્તામાં હળવો ખોરાક ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. એવામાં કંઈપણ ખાવા-પીવાથી સારુ છે કે, તમે બદામ, કાજુ અથવા મગફળી ખાવ. બદામમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા -3 ફેટી એસિડ્સ જેવા મિનલ્સ હોય છે. એક રિપોર્ટ પ્રમાણે અઠવાડિયામં ઘણી વખત નટ્સ ખાવાથી દિલની બીમારીઓનો પણ ખતરો ઓછો થઈ જાય છે.
ચિયા સીડ્સ
ચિયા સીડ્સ પ્રોટીનનો એક ખૂબ જ સારો સોર્સ છે. શું તમે જાણો છો કે, 3 ચમચી ચિયા સીડ્સ તમને 4.7 ગ્રામ સુધી પ્રોટીન ઉપલબ્ધ કરાવે છે. તમે આ વસ્તુને જ્યૂસ અથવા બ્રેક ફાસ્ટની સાથે મળીને પ્રોટીનભર્યુ એક હેલ્દી ડાયટ લઈ શકો છો.
બીન્સ
જો તમે વેજિટેરિયન છો તો બીન્સને પોતાના ભોજનમાં સામેલ કરી શકો છો. બીન્સ પ્રોટીનનો ખૂબ જ સારો સોર્સ છે. તેમાં ઘણા ફાયબરનો પણ સમાલેશ થાય છે. બીન્સ તમારા ખરાબ કોલોસ્ટ્રોલને ઓછુ કરવામા મદદ કરે છે.