બટેટા એક એવુ શાકભાજી છે જે દરેક ભારતીયોના રસોડામાં સરળતાથી મળી જાય છે. કેટલાક લોકો તો દરરોજ તેનુ સેવન કરે છે, પરંતુ બટેટાના રસનો પ્રયોગ માત્ર ભોજન સુધી જ સીમિત નથી, શું તમે ક્યારેય બટેટાનુ જ્યુસ પીધુ છે? જો નહી તો હવે પીવાનુ શરૂ કરી દો. કારણ કે, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બટેટાનું જ્યુસ.
- કાચા બટેટાના રસને પાણીની સાથે દરરોજ અડધો કપ પીવો અને ધ્યાન રાખો કે, ખાલી પેટ હોવુ જોઈએ. તેનાથી તમને ગેસની સમસ્યાથી છુટકારો મળશે, જે વર્તમાનમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
- કાચા બટેટાનો રસ તમને કેન્સર, હાઈપરટેંશન અને કિડની સિવાય ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે.
- જો તમે ડાયાબિટિઝના દર્દી છો તો આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. લોહીમાં ખાંડના સ્તને ઓછુ કરવામાં બટેટાનો સર ખૂબ જ પ્રભાવશાળી સાબિત થશે.
- આ રસ માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે નહીં, પરંતુ લિવપ સંબંધી સમસ્યાઓનું નિરાકરણ કરીને તમને એકદમ સ્વસ્થ બનાવી રાખવામાં પણ મદદ કરશે.બટેટાનો રસ નિયમિત રૂપથી લેવા પર તમારી સ્કીન સંબંધી પરેશાનીઓ પણ ખતમ થઈ જશે. આ તમારી સ્કીનને અંદરથી સાફ કરી તેને પોષણ આપવાની સાથે જ ચમકદાર પણ બનાવશે. તેને સ્કીન પર લગાવવાથી ખીલની સમસ્યાથી પણ છુટકારો મળી જશે.