દરેક લોકોનાં વિવાહિત જીવનમાં નાની-મોટી સમસ્યાઓ સામાન્ય હોય છે, પરંતુ જો સમયસર તેમનો ઉકેલ ન લાવવામાં આવે તો તે મોટી થઈ જાય છે. મોટાભાગના લોકો તેમના અંગત જીવન વિશે ખુલીને વાત કરવાનું ટાળે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે, રિલેશનશિપ એક્સપર્ટની કેટલીક સલાહ લોકો માટે ઉપયોગી થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
હંમેશાં વાત કરતા રહો
કોઈપણ સમસ્યાને દૂર કરવાની પહેલ વાતચીત દ્વારા થાય છે. જો તમે તમારા જીવનસાથી સાથે આ મુદ્દે ખુલીને વાત નહીં કરો તો સમસ્યા ક્યારેય હલ થશે નહીં. ફક્ત વાત કરીને જ તમે જીવનસાથીની લાગણીઓને સમજી શકો છો અને તમે તમારી લાગણીઓને સમજાવી શકો છો. રિલેશનશિપમાં મુશ્કેલી ત્યારે જ આવે છે જ્યારે કપલ વચ્ચે વાત કરવાનું બંધ થઈ જાય છે.
મુદ્દાને મોટો ન બનાવો
કપલ્સનું અંદરો-અંદર ઝઘડવું તે સામાન્ય બાબત છે. સ્વસ્થ સંબંધ માટે તે પણ જરૂરી છે, પરંતુ આ જ મુદ્દા પર વારંવાર લડવાથી મામલો મોટો થાય છે અને પછી સંબંધોમાં અંતર આવવાનું શરૂ થાય છે. કોઈ પણ બાબતમાં તમારા બંનેના મત જુદા હોઈ શકે છે. જીવનસાથીના વિચારોને અવગણવાને બદલે, તેને સમજવાનો પ્રયાસ કરો.
ઘરના કામ મળીને સાથે કરો
કપડાં ધોવા, વાસણો અથવા તિજોરી સાફ કરવા જેવા કાર્યોમાં તમારા જીવનસાથીને મદદ કરો. જ્યારે તમે બંને ઘરે હોવ ત્યારે તમારું કામ વહેંચી લો. જેથી કોઈ એક પર વધારે કામનો ભાર નહી આવે અને તમે બંને એકબીજાની નજીક આવી જશો.
એકબીજાની પ્રશંસા કરો
દરેક વ્યક્તિ તેનો પાર્ટનર તેની પ્રશંસા કરે એવી અપેક્ષા રાખે છે. તમે બંને હંમેશાં એકબીજાની પ્રશંસા કરીને પોઝઝીટીવ રહેશો. આને લીધે, નાની સમસ્યાઓને અવગણવાની આદત થઈ જાય છે.
એકબીજાને પ્રાથમિકતા આપો
પાર્ટનર પાસે ફક્ત પોતાના માટે આશા ન રાખો પરંતુ તેમને પણ એટલી જ પ્રાથમિકતા આપો જેટલી તમને મળે છે. જરૂરી નથી કે તમે એક જેવા જ વિચાર રાખો પરંતુ અલગ-અલગ વિચારોનું સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે.