હીરો મોટોકોર્પ દ્વારા તેની નવી પરફોર્મન્સ બાઈક એક્સટ્રીમ 200 R લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકને સૌથી પહેલા ઑટો એક્સપો 2016માં એક્સટ્રીમ 200Sના નામથી રજૂ કરવામાં આવ્યું હતું.કંપનીએ લોન્ચિંગ દરમિયાન આ બાઇકની કિમત જણાવી નથી.જો કે, હીરો આ બાઇકની કિમત એપ્રિલ 2018 માં જણાવશે.
200ccના પાવર એન્જીન ધરાવતા અા બાઈકને ખુબજ દમદાર માનવામાં અાવે છે.
ફિચર્સની વાત કરીએ તો એક્સટ્રીમ 200 Rમાં LED DRL, LED ટેટલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, સ્પીડોમિટર ડિજિટલ પાર્ટ, એલોય વ્હીલ્સ અાપવામાં અાવ્યા છે. તેની સાથે સાથે 37mm ટેલિસ્કોપીક ફ્રન્ટ ફોર્ક અને રીઅરમાં 8-સ્ટેપ એડજસ્ટેબલ મોનોશોક આપવામાં આવેલ છે.કંપનીએ બ્રેકીંગ તરીકે ફ્રન્ટ પર 276mm ડિસ્ક બ્રેક અને રીઅર 220mm ડિસ્ક બ્રેક આપ્યા છે.
સેફ્ટીમાટે કંપનીએ બાઇકમાં સિંગલ-ચેનલ એબીએસ ઓપ્શન આપ્યું છે.બાઈકની સૌથી ખાસ બાબત એ છે કે કંપનીએ પ્રથમ વખત રેડિયલ ટાયર્સ અાપ્યા છે.બાઈકનું વજન 146 કિલો છે.