ઇન્ટરનેશનલ લેવલે સતત મેડલ જીતી રહેલી ભારતની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઍવો વિશ્વાસ અપાવ્યો છે કે દેશ માટે હજુ વધુ મેડલ જીતવા માટે તે આકરી મહેનત અને પ્રયત્નો સતત ચાલુ રાખશે. આ તરફ ભારતીય ઍથ્લેટિક્સના હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર વોલ્કર હરમનનું ઍવું માનવું છે કે યુરોપમાં ત્રણ અઠવાડિયામાં પાંચ ગોલ્ડ મેડલ જીતનારી સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની ઘણી નજીક છે.
નરેન્દ્ર મોદીઍ ઍવું ટ્વિટ કર્યુ હતું કે હિમા દાસની અસાધારણ સફળતા માટે દેને તેના પર ગર્વ છે. બધાને ઍ વાતનો ગર્વ છે કે તેણે પાંચ સ્પર્ધામાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા તેને અભિનંદન અને શુભકામના. તેમના ટ્વિટના જવાબમાં હિમાઍ લખ્યું હતું કે આભાર નરેન્દ્ર મોદી સર, હું દેશના સન્માન માટે ઘણી મહેનત કરીશ.
ભારતીય ઍથ્લેટિક્સના હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર વોલ્કર હરમને કહ્યું હતું કે સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની ઘણી નજીક છે. ૧૯ વર્ષિય હિમાઍ પોલેન્ડ અને ચેક પ્રજાસત્તાકમાં બે જુલાઇ પછીથી 200 મીટરમાં 4 અને 400 મીટરમાં 1 મળીને કુલ 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. હિમાઍ 20 જુલાઇઍ 400 મીટરમાં 52.09 સેકન્ડના સમય સાથે સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગોલ્ડ જીત્યો હતો. હરમને કહ્યું હતું કે હિમા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, જા તમે 50 સેકન્ડની અંદર 400 મીટરની દોડ પુરી કરવા માગતા હોવ તો 200 મીટરની દોડ 22.80 સેકન્ડમાં પુરી કરવાની તમારામાં ક્ષમતા હોવી જાઇઍ.