દેશમાં ઘણીવાર હિંદુ-મુસ્લિમ વચ્ચે સાંપ્રદાયિક તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યાં બિહારના નાલંદા જિલ્લાના એક ગામમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેની એકતા એક મિસાલ રૂપ છે, ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી, છતાં અહીં એક મસ્જિદમાં નિયમાનુસાર પાંચ નમાજ અદા કરવામાં આવે છે. અઝાન પણ થાય છે અને આ બધું હિંદુ પરિવારો કરો છે,
નાલંદા જિલ્લાના બેન તાલુકાના માડી ગામમાં માત્ર હિંદુ સમાજના લોકો રહે છે, પરંતુ અહીં એક મસ્જિદ છે, અહીં મુસલમાનો ન હોવાથી હિંદુ સમાજના લોકો મસ્જિદની દેખ-રેખ રાખે છે અને નમાજ અદા કરે છે. મસ્જિનું રંગ-રોગાન અને દેખભાળ પણા હિંદુઓ જ કરે છે.
ગામના લોકોનું કહેવું છે કે, વર્ષો પહેલાં અહીં કેટલાક મુસ્લિમ પરિવારો રહેતા હતા, પરંતુ ધીરે-ધીરે તેઓ અહીંથી નીકળી ગયા, હવે ગામમાં બસ તેમની મસ્જિદ છે. ગામના હંસ કુમારે કહ્યું કે, અમને હિંદુઓને અઝાન આવડતી તો નથી, પરંતુ પેન ડ્રાઇવની મદદથી અઝાન કરવામાં આવે છે. ગામના લોકોનું કહેવું છે કે, આ મસ્જિદ સાથે તેમની આસ્થા જોડાયેલી છે.
શુભ કાર્યો પહેલાં મસ્જિદમાં કરે છે દર્શન
મસ્જિદની સપહ-સફાઈની જવાબદારી નિભાવી રહેલ ગૌતમ જણાવે છે કે, કોઇ શુભ કાર્યો પહેલાં હિંદુ પરિવારના લોકો આ મસ્જિદમાં આવીને દર્શન કરે છે. આ મસ્જિદનું નિર્માણ ક્યારે અને કોણે કરાવ્યું તેના તો કોઇ પૂરાવા નથી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેમના પૂર્વજોના જણાવ્યા અનુસાર, લગભગ 200-250 વર્ષ જૂની છે આ મસ્જિદ. મસ્જિદની સામે એક મજાર પણ છે, જેના પર લોકો ચાદર પણ ચઢાવે છે.
ગામ લોકોનું કહેવું છે કે, મસ્જિદના નિયમો અનુસાર સવાર-સાંજ સફાઈ કરવામાં આવે છે, તેની જવાબદારી ગામના લોકોજ નિભાવે છે. ગામમાં ક્યારેય પણ કોઇના ઘરે કઈંક અશુભ થાય તો એ પરિવારના લોકો મજારની દુઆ લેવા જાય છે. માડી ગામના મુસ્લિમોના સંબંધો મસ્જિદ સાથે ભલે તૂટી ગયા હોય, પરંતુ હિંદુઓએ આ મસ્જિદને જાળવી રાખે છે.