ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓ બેંગ્લુરુમાં ભારતના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના નેશનલ સ્પોર્ટસ એક્સેલન્સ સેન્ટરમાં નેશનલ હોકી કેમ્પમાં રિપોર્ટ કર્યા બાદ તેમનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મનપ્રીત સિવાય ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જશકરણ સિંહ અને ડ્રેગ ફ્લિકર વરૂણ કુમાર પોઝિટિવ જોવા મળ્યા હતા. પાછળથી એવું બહાર આવ્યું કે ગોલકીપર કૃષ્ણા બી. પાઠક પણ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. એસએઆઈ અનુસાર, તેમનો રિપોર્ટ રાજ્ય સરકાર તરફથી પાછળથી મળ્યો હતો.
જો કે રાષ્ટ્રીય શિબિર પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ શરૂ થશે. આ ખેલાડીઓ ઘરે વિરામ બાદ ટીમ સાથે કેમ્પ માટે પહોંચ્યા હતા. ખેલાડીઓ એક મહિના માટે વિરામ પર હતા. અગાઉ લોકડાઉનને કારણે બે મહિનાથી વધુ સમય સુધી બેંગ્લોરના SAI કેન્દ્ર પર અટવાયા હતા.
5 hockey players, including captain @manpreetpawar07 who joined the National Camp in Bengaluru after a home break and were travelling together, have tested Covid positive during SAI's mandatory test. They are in isolation, and under treatment. I wish them a quick recovery. pic.twitter.com/dZaWSSZgHB
— Kiren Rijiju (@KirenRijiju) August 7, 2020