બેંગલુરુ : કોરોના પોઝિટિવ ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહને લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટી જતાં બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) એ 11 ઓગસ્ટ, મંગળવારે આ માહિતી આપી.
ગત સપ્તાહે મનદીપ અને અન્ય પાંચ ભારતીય ખેલાડીઓ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તેઓ 20 ઓગસ્ટથી શરૂ થતા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચ્યા હતા. આ પાંચ ખેલાડીઓમાં કેપ્ટન મનપ્રીત સિંઘ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર અને જસકરન સિંહ, ડ્રેગફ્લિકર વરૂણ કુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠકનો સમાવેશ થાય છે.