ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાની બહુ જ મજા આવે છે. આ એક એવી વાનગી છે જે તમે ઉપવાસમાં પણ ખાઇ શકો છો. ફ્રેન્ચ ફ્રાઇઝ ચા તેમજ કોફી સાથે નાસ્તામાં ખાવાની મજ્જા પડી જાય છે. બટાકામાંથી બનતી આ વાનગી નાના બાળકોથી લઇને એમ મોટા..એવી દરેક લોકોને પ્રિય હોય છે. જો કે ઘણી જગ્યાએ આ ફ્રેન્ચ ફ્રાઇસ બહુ મોંધી મળે છે. પરંતુ જો તમે આ ફ્રેન્ચ ફ્રાઇઝ આ રીતે ઘરે બનાવો છો તો એકદમ બહાર જેવી બને છે અને ખાવાની પણ તમને બહુ મજા આવશે. તો નોંધી લો તમે પણ ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવાની આ રીત..
સામગ્રી
250 ગ્રામ બટાકા
સ્વાદાનુંસાર મીઠું
સ્વાદાનુંસાર ચાટ મસાલો
તળવા માટે તેલ
બનાવવાની રીત
ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને છોલી લો અને એની લાંબી ફ્રેન્ચ ફ્રાઇઝ શેપમાં કટ કરી લો.
ત્યારબાદ આ સ્લાઇસમાં પાણી એડ કરતા જાવો, જેથી કરીને એ શ્યામ ના પડે. જો તમે ફ્રેન્ચ ફ્રાઇઝને બહાર રાખશો તો એ શ્યામ પડવા લાગશે. આ માટે પાણીમાં રાખવી ખૂબ જરૂરી છે.
5 મિનિટ માટે આ સ્લાઇસને પાણીમાં જ રહેવા દો.
હવે એક મોટું વાસણ લો અને એમાં પાણી લઇને ગરમ કરવા મુકો.
પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે એમાં મીઠું અને બટાકાની સ્લાઇડ એડ કરો.
આ સ્લાઇસને 5 મિનિટ માટે ઢાંકીને થવા દો. ખાસ ધ્યાન એ રાખો કે સ્લાઇસને તમારે વધારે સમય સુધી પાણીમાં બાફવાની નથી.
હવે બટાકાની સ્લાઇસને પાણીમાંથી કાઢી લો અને કપડામાં લઇને હળવા હાથે લૂંછી લો.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે સ્લાઇસને તેલમાં ફ્રાય કરી લો.
સ્લાઇસ ફ્રાય થઇ જાય એટલે ઉપરથી ચાટ મસાલો ભભરાવો એને કિચન પેપરમાં લઇ લો જેથી કરીને બધુ તેલ ચુસાઇ જાય.
તો તૈયાર છે ગરમાગરમ ફ્રેન્ચ ફ્રાઇઝ.
આ ફ્રેન્ચ ફ્રાઇઝને તમે સોસ અથવા ચાટ મસાલા સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.