ઓટો એક્સ્પોમાં આ વખતે Hondaઅે તેની નવી કાર Amaze લૉન્ચ કરી છે.આ કંપનીની લોકપ્રિય કોમ્પેક્ટ સેડન છે અને આ વખતે કંપનીએ તે ગ્રાહકોના ખીસ્સાને પરવડે તેવી બનાવી છે. કાર નવા પ્લેટફોર્મ પર તૈયાર કરાઇ છે અને વર્તમાન Amazeથી ઘણી ડિઝાઇનના કિસ્સામાં પણ અલગ છે.
ડિઝાઇન ફિચર્સ અને ઇન્ટિરિઅર અલગ હોવા છતા અલબત્ત નવી Amaze માં એન્જિન ઓપ્શન એ જ રહેશે, તેમાં કોઇ બદલાવ કરવામાં અાવ્યો નથી.આ પણ 1.2 લિટર i-VTEC પેટ્રોલ અને 100PS, 1.5 લિટર ટર્બોચાર્ઝડ ડીઝલ એન્જિન ઑપ્શન મળે છે.આમા પણ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ ઑપ્શન છે, જો કે તે આપોઆપ ટ્રાન્સમિશન પણ છે, પરંતુ તે માત્ર ટોચની વેરિઅન્ટમાં જ છે.
સેફ્ટીમાં ટ્વિન એરબૅગ્સ અને એબીએસ જેવા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.આશા છે કે તેની શરૂઆતની કિંમત 5.5 લાખ રૂપિયા રહેશે.