એક ઉંટ પોતાના માલિકથી એટલો ગુસ્સે થઈ ગયો કે, તે પોતાના માલિકને જ ચાવી ગયો હતો. ઉંટ માલિકના માથાને ત્યાં સુધી ચાવતો રહ્યો જ્યાં સુધી તેનુ માથુ ધડથી અલગ ન થઈ ગયુ. જોકે, ઉંટની ભૂખ તેનાથી પણ શાંત ન થઈ કે, તે પોતાના માલિકનો એક પગ પણ ખાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના બીકાનેર જિલ્લાની છે. શહેરમાં લાલગઢ કોલોનીમાં રવિવારે એક ઉંટને એટલો ગુસ્સો આવ્યેકે, તેને કિકરમીસરના રહેવાસી ભંવરલાલને પોતાનુ નિશાન બનાવ્યુ હતુ. ઉંટ ભંવરલાલને ગળાને પોતાના મોઢામાં દબાવીને ચાવી નાખ્યુ હતું. ઉંટ આ મોઢાને ત્યાં સુધી ચાવતુ રહ્યુ હતુ, જ્યાં સુધી ભંવરલાલાનુ ગળુ ધડથી અલગ થઈ ગયુ ન હતું. ત્યારબાદ રસ્તા પર પડેલ મૃતદેહનો એક પગ પણ ઉંટે ચાવી લીધો હતો. આ ઘટના બાદ મૃતક ભંવરલાલને મૃતદેહ રસ્તા પર જ બે કલાક સુધી પડ્યો રહ્યો હતો. કોલોનીના લોકો ત્યાંથી પસાર થયા, પરંતુ લોકો દૂરથી આ ર્દશ્યને જોતા રહ્યા, પરંતુ કોઈની પણ તેમની પાસે જવાની હિંમત થઈ હતી નહી. જોકે, કેટલાક લોકોએ બાદમાં પોતાની હિંમત દાખવી અને દોરડું પકડીને ઉંટગાડીને રસ્તાના કિનારા પર લઈ જઈને ઝાડ સાથે બાંધી દીધી હતી.