અમદાવાદમાં અેક અનોખો ખેલાડી રાજકારણમાં ઉતર્યો છે. અા ખેલાડી અામતો અપક્ષ ચૂંટણી લડે છે પણ નાતો એ વિકાસની વાત કરે છે ના તો એ ભ્રષ્ટાચારની વાત કરે છે.
અા અનોખો ઉમેદવાર તમને પત્નીનો કકળાટથી બચાવવાની વાત કરી છે. અમદાવાદની નરોડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર માટે મહિલાઓ દુશ્મન સમાન છે. અે કહે છે કે વિકાસ અને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર કે શિક્ષણની વાત પછી પહેલાં પતિ જો સુખી હશે તો બધાંને ફાયદો થશે અેટલે એમણે અા ચૂંટણીમાં પોતાનો અેજન્ડા જ અલગ રાખ્યો છે અે કહે છે કે પતિ પત્ની માટે સમાન કાયદો હોવા જોઈએ સરકારી કાયદા પુરુષ વિરોધી છે, પુરુષ તરફી કાયદા બનવા જોઈએ.
નરોડાથી અપક્ષ ચૂંટણી લડી રહેલાં અપક્ષ ઉમેદવાર દશરથ દેવડાં કહેછેકે જો અે ચૂંટાઈને અાવશે તો વિધાનસભામાં પતિ માટે લડશે પત્ની પીડિત પતિઓની સમસ્યામે ઉજાગર કરશે. ઘરેઘરે ફરીને અે પતિઓને વોટ કરવાં સમજાવે છે.
દેવડા ભલે લોકોને અા પ્રકારે સમજાવતા હોય પણ અે જ્યાં વોટ માંગવા જાય છે ત્યાંથી 80 ટકા ઘરમાં પત્નીઓ પતિને ઘાંટો પાડીને કહે છે ખબરદાર જો અાને મત અાપ્યો છે તો હું પિયર જતી રહીશ.
પત્નિ તરફથી મળતી નારાજગી જોયાં પછી દેવડાના ગયા પછી કોઈ પતિ અેને વોટ અાપવા તૈયાર નથી અા જોતાં પતિ માટે તલવાર લઇને નીકળતા દેવડાના દહાડા બીજાની પત્નીઓ પૂરા કરી નાંખે એમ દેખાય છે અા જોતાં દેવડાંની ડિપોઝિટ જપ્ત થાય તો નવાઈ નહી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.