સેંટ પીટર્સબર્ગ : રશિયા મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ શુક્રવારે રાજધાનીમાંરાષ્ટ્રપતિ પુતિન સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપર મંચમાં ભાગ લીધો અને કેટલાક મહત્વના મુદ્દાઓ પર ભારતનું વલણ ખુબ જ સંતુલીત રીતે વિશ્વ સમક્ષ મુક્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય અતિથી તરીકે આમંત્રીત વડાપ્રધાન પાકિસ્તાનનું નામ લીધા વગર તેને આતંકવાદ મુદ્દે ઘેર્યું હતું. ભારત અને રશિયાના સંબંધોમાં ચીનની ભુમિકા અંગે પણ વ્યંગ કર્યા હતા. જો કે ચીનનાં ઓબીઓઆર પ્રોજેક્ટ મુદ્દે મોદી ખુલીને કાંઇ બોલ્યા નહોતા.
કાર્યક્રમનું સંચાલન કરી રહેલ એન્કરે ચીન તરફ ઇશારો કરતા મોદીને પુછ્યું કે શું પુતિન સાથે તમનાં સારા સંબંધો હોવાથી બીજા દેશોને પેટમાં ચુક આવી શકે છે. જેનાં જવાબમાં મોદીએ કહ્યું કે આજથી 20 – 25 વર્ષ પહેલા જે સ્થિતી હતી, આજે પણ તેવી જ છે. વિશ્વનો દરેક દેશ બીજા દેશ સાથે જોડાયેલો છે. વિવાદનાં મુદ્દાઓ પણ છે અને સહયોગનાં પણ મુદ્દા છે. રશિયા સાથે અમારો વિશ્વાસનો સંબધ રહ્યો છે. જ્યા સુધી ચીનનો સવાલ છે તેની સાથે સીમા વિવાદ છે પરંતુ 40 વર્ષમાં કોઇ ઘર્ષણ નથી થયું.