પાટીદાર અનામત આંદોલનના નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુખ્ય ફેક્ટર બનેલા હાર્દિક પટેલે ખુલ્લો પડકાર ફેકતા કહ્યુ છે કે જો ભાજપ સૌરાષ્ટ્ર કચ્છમાં 10 બેઠકો પણ જીતી લેશે તો હું મારૂ આંદોલન પાછુ ખેંચી લઇશ. હાર્દિકે કહ્યુ કે હું લાંબા સમયથી પ્રચાર કરૂ છુ. અને ત્યાના લોકોમાં ભાજપ સરકાર વિરૂદ્ધ અસંતોષની ભાવના છે. હું એવું કહી શકુ છું કે સૌરાષ્ટ્ર કચ્છની કુલ 54 બેઠકમાંથી પણ જીતવામાં સફળ રહેશે તો હું મારૂ આંદોલન પાછું ખેંચી લઇશ.
હાર્દિકે કહ્યુ કે અપક્ષ કે એનસીપીને વોટ ન આપતા તેઓ ભાજપના સિપાહી છે. મુખ્ય લડાઇ ફક્ત બે પક્ષોમાંજ છે. ભાજપ અને કોંગ્રેસ. હાર્દિકે રાવણનું ઉદાહરણ આપતા કહ્યુ કે રાવણનો અહંકાર તેને ચકનાચુર કરી ગયો હતો. તેમ જ સમગ્ર ગુજરાત સત્તાના ઘમંડમાં આ લોકોને હરાવવાના મુડમાં છે. જોઓ લાંબા સમયથી લોકોને અન્યાય કરી રહ્યા છે. ભાજપ હારશે એ નક્કી છે.