રશિયામાં આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારા ભારતીય બોક્સરોને આવતા વર્ષે ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે નેશનલ ટીમમાં સીધો પ્રવેશ મળી જશે. બોક્સિંગના હાઇ પરફોર્મન્સ નિર્દેશક સેન્ટિયાગો નીવાઍ આ માહિતી આપી હતી. રશિયામાં યોજનારી વર્લ્ડ ચેમ્પિયનશિપને ઓલિમ્પિક્સ ક્વોલિફાયરનો દરજ્જા નથી.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીઍ ઇન્ટરનેશનલ બોક્સિંગ ઍસોસિઍશનને 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાયર યોજવાથી અટકાવી દીધા છે. ઍઆઇબીઍમાં વહીવટી અને નાણાકીય અનિયમિતતાના આરોપને કારણે આ નિર્ણય લેવાયો હતો. આઇઓઍ દ્વારા હવે ક્વોલિફાયર્સ પણ પોતાના હાથમાં લઇ લેવાયા છે. આ પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થશે જ્યારે ઍશિયા ઓશિયાના ક્ષેત્રની ક્વોલિફાયર રમાશે. હજુ તેની તારીખો નક્કી થઇ નથી.