કોરોનાવાઈરસથી પીડાતા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચીનના સંશોધકોએ તેમના તાજેતરના રિસર્ચમાં જણાવ્યું છે કે, આવા દર્દીઓએ ઉંઘા સુવડાવામાં આવે તો શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. આવી સ્થિતિમાં પેટના બળે સુવડાવામાં આવે અને ઓશીકું પર મોં રાખવું. આ રિસર્ચ કોરોના વાઈરસના ગઢ વુહાનમાં આ વાઈરસથી પીડાતા દર્દીઓ પર કરવામાં આવ્યું છે. અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટ્રી એન્ડ ક્રિટકલ કેર મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વેન્ટિલેટર પર કોરોના પીડિતને ઉંઘો સુવડાવો ફેફસાં માટે યોગ્ય છે. ચીનમાં સાઉથવેસ્ટ યુનિવર્સિટીના સંશોધક હૈબો ક્યૂના જણાવ્યા અનુસાર જ્યારે ફેફસાં પર સકારાત્મક દબાણ વધે છે ત્યારે તેમનું વર્તન બદલાય છે. આવી સ્થિતિમાં દર્દીને રાહત મળે છે. વુહાનના 12 કોરોના પીડિતો પર આ રિસર્ચ કરવામાં આવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે, નવા કોરોના વાઈરસના દર્દી એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમથી પીડાય છે. જેમને મશીન દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. ચીનમાં દાખલ કોરોનાના દર્દીઓ પણ આ સિન્ડ્રોમથી પીડાય રહ્યા હતા.
આ રિસર્ચ એક સપ્તાહ સુધી કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સારવાર દરમિયાન દર્દીઓના શરીરની પોઝિશન પર પણ અસર પડે છે. ખોટી રીતે સુવડાવામાં આવે તો થી શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે. વેન્ટિલેટર પર રહેલા કોરોના પીડિત દર્દીઓનું ઓક્સિજન સ્તર, ફેફસાંનો આકાર અને એર-વે પ્રેશરની તપાસ કરવામાં આવી. રિસર્ચમાં સામે આવ્યું કે, 7 દર્દીઓને ઓછામાં ઓછા એક વખત પેટના બળે (પ્રોન પોઝિશન)માં સુવડાવામાં આવ્યા હતા. તેમજ ત્રણ એવા હતા જેમને પ્રોન પોઝિશનમાં સુવડાવામા આવ્યા હતા, તેમને ઈક્મો પણ આપવામાં આવી રહી હતી. ઈક્મો એક પ્રકારની લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. તે ઉપરાંત ત્રણનાં મોત નીપજ્યાં હતાં.