પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી બચત યોજના છે. અસંગઠિત ક્ષેત્રોમાં સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ અને કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી હતી. પીપીએફ (PPF) એ ભારતમાં ઓછા જોખમ અને સારા વ્યાજ દર સાથે શ્રેષ્ઠ બચત યોજનાઓ પૈકી એક છે. અનૌપચારિક ક્ષેત્ર અથવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમજ બેરોજગાર, સ્વ-રોજગાર ધરાવતા લોકો PPFમાં રોકાણ કરી શકે છે.
આટલું રોકાણ કરી શકો છોતેવી જ રીતે કરદાતાઓ PPFમાં રોકાણ કરીને વાર્ષિક 1,50,000 રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. તેમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે જ સમયે તેમાં 1,50,000 રૂપિયાથી વધુનું રોકાણ કરી શકાતું નથી. PPF એકાઉન્ટ દ્વારા આપવામાં આવતા રિટર્ન સૉવરેન ગેરંટી દ્વારા નિશ્ચિત અને સમર્થિત હોય છે.
હાલમાં વ્યાજ દર 7.1 ટકા છે.આવી રીતે કરો રિકવરજો કે સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એખ જેનો સામનો PPF એકાઉન્ટ હોલ્ડર વારંવાર કરે છે, એ છે એકાઉન્ટ એક્સપાયર થવું. એવી ઘણી પરિસ્થિતિઓ છે જ્યાં ગ્રાહકોને ખબર પડી છે કે તેમના PPF એકાઉન્ટ એક્સપાયર થઈ ગયું છે. જો કે એપ્લિકેશન ફોર્મ દ્વારા તેને સરળતાથી ફરી શરૂ કરી શકાય છે.આ પરિસ્થિતિઓમાં એકાઉન્ટ થઈ શકે છે એક્સપાયરજો PPF એકાઉન્ટ હોલ્ડર નાણાકીય વર્ષમાં 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધી લઘુત્તમ રકમનું યોગદાન આપવામાં નિષ્ફળ જાય છે, તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.
આ સાથે એકાઉન્ટ હોલ્ડર ઉપાડની સુવિધાનો વિકલ્પ ગુમાવે છે. ઉપરાંત આવા સંજોગોમાં એકાઉન્ટ હોલ્ડર તેના PPF રૂપિયા સામે લોન લઈ શકતો નથી.આવી રીતે બંધ કરો એકાઉન્ટઆ વિકલ્પ હેઠળ ફક્ત મેચ્યોર PPF એકાઉન્ટ જ બંધ થશે. સૌથી પહેલા PPF એકાઉન્ટ બંધ કરવાની મંજૂરી આપવી પડશે. તમારે સંબંધિત પોસ્ટ ઓફિસમાં જઈ PPF એકાઉન્ટ બંધ કરવાનો ફોર્મ ભરી, પાસબુક અને અન્ય જરૂરી દસ્તાવેજ સાથે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.