કોરોનાવાઈરસથી વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે જેમાં વાઈરસનું જોખમ એટલા માટે વધુ છે કે તેના સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો 12 દિવસ પછી સામે આવે છે. ‘ધ અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોન્ટ્રોલોજી’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ, ડાયેરિયા પણ કોરોનાવાઈરસનું લક્ષણ હોઈ શકે છે. અત્યાર સુધી ઉધરસ, કફ, શ્વાસ લેવામાં તકલીફ અને તાવને કોરોનાવાઈરસના લક્ષણો માનવામાં આવી રહ્યા છે પરંતુ વુહાનની યુનિયન હોસ્પિટલના 206 કોરોનાવાઈરસના દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 48 દર્દીઓને ડાયેરિયાની સમસ્યા હતી અને 89 દર્દીઓમાં રેસ્પિરેટરી સિન્ડ્રોમ જોવા મળ્યા હતા અને 69 દર્દીઓમાં બંને પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા. આ તમામ લોકોનામાં જોવા મળ્યું કે 20% એટલે કે 13 દર્દીઓમાં ડાયેરિયા પ્રથમ લક્ષણ તરીકે જોવા મળ્યો હતો. આ લક્ષણો પ્રથમ 5 દિવસમાં દેખાયા હતા. રિસર્ચ મુજબ રેસ્પિરેટરી સિસ્ટમવાળા દર્દીઓનો કોરોના નેગેટિવ રિપોર્ટ 33 દિવસોમાં આવે છે, જ્યારે ડાયેરિયાના દર્દીઓનો નેગેટિવ રિપોર્ટ 41 દિવસે આવે છે.
Monday, May 6