જો આપ પણ પરિવાર સાથએ ફેસ્ટીવલ ટાઈમમાં આગામી મહિને કેરલ (Keral) ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો, આઈઆરસીટીસી (IRCTC) આપના માટે સારામાં સારો મોકો લઈને આવ્યું છે. ઈંડિયન રેલ્વે (Indian Railway) ની સહાયક કંપની ઈંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન કેરલ (indian railway catering and tourism corporation kerala) ના અમુક મુખ્ય શહેરો અને જોવાલાયક સ્થળ ફરવા માટે જબરદસ્ત મોકો લઈને આવ્યું છે.
આપ ખૂબ વ્યાજબી કિંમતે કેરલના બીચ પર જઈને મજા માણી શકશો.IRCTCનું કેરલનું પેકેજ 6 રાત અને 7 દિવસનુ છે. આ ટૂર પેકેજ લખનઉથી શરુ થાય છે. આઈઆરસીટીસી આ ટૂર પેકેજ 15 ઓક્ટોબરથી શરુ કરશે. આપને લખનઉથી કેરલ માટે ફ્લાઈટ મળશે. આ ટૂર પેકેજ આપને વહેલા તે પહેલાના ધોરણે મળશે. આઈઆરસીટીસીની આ એર ટૂર પેકેજની જાણકારી ટ્વિટર પર આપેલી છે.ગુજરાત પેકેજની જાણકારીજો આપ આ પેકેજ અંતર્ગત ગુજરાત યાત્રા કરવા માગો છો તો, ફ્લાઈટ, હોટલ, નાશ્તો અને લોકલ ટ્રાંસપોર્ટ માટે પ્રત્યેક વ્યક્તિ 47,200 રૂપિયાનો ખર્ચો આવશે, જો બે વ્યક્તિ ફરી રહ્યા છો, 49,900 રૂપિયા આપવાના રહેશે. 5થી 11 વર્ષના બાળક માટે એમ કુલ ત્રણ લોકો સાથે 40,550 રૂપિયા આપવાના રહેશે.
સરકારી કર્મચારી પર તેના પર LTC નો ફાયદો ઉઠાવી શકશે. IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર આપને તમામ જાણકારી મળી જશે. આ ટૂર પેકેજ વહેલા તે પહેલાના ધોરણે આપને મળી જશે.કેરલમાં ફરવા લાયક જગ્યાઓટૂર પેકેજમાં લોકો કોયંબટૂર, મુન્નાર, થેક્કડી અને અલ્લેપ્પી ફરવાનો મોકો મળશે. આ કોસ્ટમાં ફ્લાઈટની ટિકિટ, આપનું હોટલમાં રોકાવાનું અને નાશ્તો તથા લોકલ ટ્રાંસપોર્ટનો ખર્ચો પણ તેમાં જોડાઈ જશે. તો રાહ કોની જુઓ છો, ફરવાનો જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો, ફટાફટ કરજો, કેમ કે વહેલા તે પહેલાના ધોરણ આ સ્કીમ ચાલુ છે.