જો તમે પણ રિલાયન્સ જિઓ 4જી ફોનનું બુકિંગ કરાવ્યું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. જે 4જી ફોનની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેના માટે તમારે હવે વધારે રાહ જોવી પડશે. રિલાયન્સ જિઓએ ફોનની ડિલીવરીની તારીખ આગળ વધારી છે. હવે આ ફોન તમને નવરાત્રી દરમિયાન પણ નહીં મળે.
જિયો ફોનનું પહેલી વખત બુકિંગ 24 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પ્રી-બુકિંગ થવાને કારણે કંપ્નીએ પ્રી બુકિંગ બે દિવસમાં જ બંધ કરવું પડ્યું હતું.
શરૂઆતમાં 60 લાખથી વધુ લોકોએ જિયો ફોન માટે પ્રી-બુકિંગ કરાવ્યું છે. કંપ્નીએ આશા નહોતી કે આટલી મોટી સંખ્યામાં લોકો પ્રી-બુકિંગ કરાવશે. જિયો ફોનની ડિલીવરી સપ્ટેમ્બરના પહેલા વીકમાં કરવાની વાત કરી હતી, જોકે કંપ્નીએ પહેલા વીકમાં તેની ડિલીવરી શરૂ નહોતી કરી.ઇન્ડિયા ટુડે અનુસાર રિલાયન્સ જિઓએ ફોનની ડિલીવરીની તારીખ 21 સપ્ટેમ્બરથી વધારીને 1 ઓક્ટોબર કરી છે. એટલે કે હવે 1 ઓક્ટોબરથી તમને જિઓ ફોનની ડિલીવરી મળવાની શરૂ થશે.આ પહેલા કંપ્નીએ કરેલી જાહેરાત મુજબ ઉંશજ્ઞ 4ૠ ફીચર ફોન દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને અમદાવાદમાં સૌથી પહેલા ડિલીવરી કરવામાં આવશે. ત્યાર બાદ દેશના અન્ય ભાગોમાં તેની ડિલીવરી થશે.
આ 5 શહેરોમાં ફોન પહોંચ્યા બાદ જિયો સેન્ટર અને રિલાયન્સ જિયો સ્ટોર પર ફોનની ડિલવરી થશે. ત્યાર બાદ આ બંને સ્ટોર પરથી રિટેલ સ્ટોર અને ડીલર્સને ફોન મોકલવામાં આવશે.