હાલનાં સમયમાં સ્માર્ટ ફોન એ લોકોના જીવનનો એક ખાસ ભાગ છે. જ્યારે આ ડિવાઈસે આપણી જીવન શૈલી પર એટલો પ્રભાવ પાડે છે કે હવે લોકો સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પહેલા સ્માર્ટફોનનો વપરાશ કરતા હોય છે. જ્યારે હવે આ સ્માર્ટફોન પર કોમ્યુટરથી લઈને લોપટોપ સુધી કામ આસાન થઈ જાય છે. તેટલા કારણે આ ગેજેટ્સનો વપરાશ વધ્યો છે. સૌથી વધારે લોકો સવારે ઉઠવાની સાથે જ પોતાના ફોન ચેક કરે છે. પરંતુ તમને ખબર છે તેના કારણે તમારા સ્વાસ્થય પર ઉંડી અસર પડે છે.
સવારના ઉઠવાનાં 1 કલાકની અંદર સ્માર્ટફોન ચેક કરવાથી તમારા મસ્તિષ્ક અને આંખોને બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. સ્માર્ટફોનનાં ઉપયોગને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યો છે. જેમાં તારણ આવ્યું છે કે 80 ટકાથી વધારે વપરાશકર્તા સવારે ઉઠવાની સાથે જે આ ડિવાઈસનો ઉપયોગ કરે છે. મોબાઈલની લાઈટથી આંખની રેટિના પર પડે છે ખરાબ અસર
કમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોન ડિસ્પ્લે બ્લુલાઇટ પર છોડે છે. જેનાથી આંખોના રેટિનાને નુકસાન પહોંચે છે. ઉલ્લેખનીય છે કે રાત્રે સૂવાથી આંખોમાં સંપૂર્ણ રાહત મળે છે. સવારે ઉઠ્યા પછી, તરત જ આ ગેજેટ્સનો પ્રકાશ સીધા રેટિના પર પડે છે, તે ચેતાને નુકસાન પહોંચાડે છે. તે જ સમયે લોકોને આંખનો દુખાવો અને પાણી ભરાતા સ્રાવ જેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. આ સિવાય સવારે ફોનનો ઉપયોગ મગજના કોષો અને ચેતા પર ખરાબ અસર કરે છે.