પોલેન્ડની ટેનિસ સ્ટાર અને વિશ્વની નંબર વન Iga Swiatekએ ટ્યુનિશિયાની Ons Jabeur સતત સેટમાં 6-2, 7-6 (5) થી હરાવીને પ્રથમ વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું. આ તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ વર્ષે માર્ચમાં એશ્લેહ બાર્ટીના નિવૃત્તિના અચાનક નિર્ણય પછી સ્વ્યાટેક 20 વર્ષની ઉંમરે નંબર વન બની ગઇ હતી. તેણે ફ્રેન્ચ ઓપન ટાઇટલ સહિત સતત 37 મેચ જીતી છે.
જીત બાદ Iga Swiatek એ જણાવ્યું હતું કે મારે શાંત રહેવાની અને મારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી. મને ગર્વ છે કે મેં ન્યૂયોર્કના ઘોંઘાટને સારી રીતે સંભાળ્યો. ફાઇનલમાં બીજો સેટ ટાઇ-બ્રેકમાં 4-5થી બંધ રહ્યો હતો.
ક્લે કોર્ટના નિષ્ણાત ગણાતા Iga Swiatek દ્વારા હાર્ડ કોર્ટ પર મળેલી સફળતા આશ્ચર્યજનક છે. તેણે દોહા, ઈન્ડિયન વેલ્સ અને મિયામીની હાર્ડ કોર્ટ પર સતત ત્રણ WTA 1000 ઈવેન્ટ જીતી છે. યુએસ ઓપન ટાઇટલ તેની વિવિધતા દર્શાવે છે. છેલ્લા 15 વર્ષમાં અલગ-અલગ કોર્ટ પર ટાઇટલ જીતનારી અમેરિકાની સેરેના વિલિયમ્સ અને જસ્ટિન હેનિન પછી તે ત્રીજી મહિલા ખેલાડી બની છે.
“મેં ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું પરંતુ મને ખાતરી ન હતી કે હું અત્યારે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શકીશ કે કેમ ખાસ કરીને યુએસ ઓપનમાં જ્યાં કોર્ટ ઝડપી હોવાનું માનવામાં આવે છે. Iga Swiatekએ કહ્યું હતું કે “તે એવી વસ્તુ છે જેની મને અપેક્ષા ન હતી પરંતુ મને આનંદ છે કે હું તે કરવામાં સફળ રહી.
પોલિશ સ્ટાર જબરદસ્ત ફોર્મમાં છે. તેઓએ તેમની છેલ્લી 10 ફાઈનલ સતત સેટમાં જીતી છે. આ વર્ષે તેનું આ સાતમું ટાઈટલ છે. રશિયાની મારિયા શારાપોવા બાદ 2008માં ત્રીજો મોટો ખિતાબ જીતનારી Iga Swiatek સૌથી નાની વયની મહિલા ખેલાડી બની હતી.
બે વખતની ફ્રેન્ચ ઓપન વિજેતા 2016માં જર્મનીની એન્જેલિક કર્બર બાદ એક જ સિઝનમાં બે મેજર જીતનારી પ્રથમ ખેલાડી બની છે. સોમવારના રોજ જાહેર થનારી નવીનતમ મહિલા રેન્કિંગમાં Iga Swiatek અને Ons Jabeur નંબર વન અને બે પર રહેશે. Swiatek ને જીતમાંથી $2.6 મિલિયનની વિજેતા ઈનામી રકમ મળી.