એક પછી એક વિવાદો વચ્ચે ગુજરાત ચૂંટણીની બેઠકોને લઈને અમદાવાદ કોંગ્રેસમાં બબાલ થઇ છે બાપુનગર બેઠક માટે થયો કોંગ્રેસમાં આંતરિક વિવાદ
હિમ્મતસિંહ પટેલના નામ અંગે કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો હતો કૉંગ્રેસ દ્વારા હિમ્મતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવે એવી સંભાવનાને પગલે વિવાદ થયો છે સરસપૂરના કોંગ્રેસી કોર્પોરેટર તૌફિકખાન પઠાણે આપી અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી
કોંગ્રેસના કોર્પોરેટરએ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતને આપી ચીમકી. હિમ્મતસિંહ પટેલની જગ્યાએ અન્ય લાયક ઉમેદવાર ને ટિકિટ આપવાની કરીમાંગ
હિમ્મતસિંહ પટેલ 2 વાર વિધાનસભા અને 1 વાર લોકસભાની ચૂંટણી હારી ચુક્યા છે.