ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે નેતાઓ જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાષણમાં ગુજરાતનો મુદ્દો ઓછો અને ધર્મનો પ્રચાર વધુ કરી રહ્યા છે. ત્યારે રામ મંદિરનો મુદ્દો પણ કેન્દ્રમાં આવી રહ્યો છે. ત્યારે ડભોઇના ભાજપ ઉમેદવાર શૈલેષ સોઢાએ ભાષણમાં કહ્યુ કે જો તે જીતશે તો મંદિર મસ્જીદને એક પણ રૂપિયો નહી આપે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદને લઇ કોંગ્રેસ ભાજપમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જે મુદ્દો ઉઠાવ્યો હતો તેના ઉપર ભાજપે પ્રહાર શરૂ કરી દીધા છે. મોદી, શાહ, કોંગ્રેસ ઉપર સવાલ ઉપર સવાલ કરી રહી છે.
ભાજપે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન 20થી વધુ મંદિરના દર્શન કર્યા તેને લઇ ભાજપ નિશાન સાધ્યુ હતુ. આ વિવાદ સોમનાથ મંદિરથી શરૂ થયો હતો. રાહુલ ગાંધી હિન્દુન હોવા છતાં રજીસ્ટરમાં એન્ટ્રી ચર્ચાનો વિષય બન્યો હતો અને કોંગ્રેસના નેતાએ જ કહ્યુ હતુ કે રાહુલ હિંદુ નહી જનોઇધારી હિંદુ છે.