વલસાડમાં માટી માફિયાઓ એ ઉપાડો લીધો છે અને બિન્દાસ રીતે સરપંચ ની ઉપરવટ જઈ ને લાખ્ખો રૂપિયાની માટી ચોરી કરી સબંધિત વિભાગને ઉઘાડી ચેલેન્જ કરી હાહાકાર મચાવી દઇ ને ભય નું વાતાવરણ સર્જતાં સનસનાટી મચી ગઇ છે જેનાથી માટી માફિયાઓ માથાભારે હોવાનો માહોલ ક્રિયેટ થયો છે. સરકાર ની સુજલામ સુફલામ યોજનાના નામે લાખો રૂપિયા ની માટી ઉલેચી ગામેં ગામ વેચી નાખી ત્યારે લાખો રૂપિયા નું કૌભાંડ આચરી સરકારી તિજોરી ને ચુનો ચોપડ નારા ભુ માફિયા સામે અહીંના ખાણ ખનીજ અધિકારીઓ એ આંખો બંધ કરી દેતા ખાણ ખનીજ વિભાગ પણ આ ચોરી પ્રકરણમાં શંકા ના દાયરા માં આવી ગયું છે.
વાત છે વલસાડ તાલુકા ના પાલણ ગામ ની જ્યાં નું તળાવ ઊંડું કરવાની કામગીરી સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલુ કરવામાં આવી હતી પરંતુ ભુ માફિયા ઓ એટલી હદે તળાવ ખોદવા માં મશગુલ રહ્યા કે તેઓ ને સુજલામ સુફલામ નો સરકારી વર્ક ઓર્ડર પૂર્ણ થઈ ગયા બાદ પણ તેઓ એ ગ્રામ પંચાયત ની મંજૂરી વગર લાખો લાખો ટન માટી ઉલેચી ગામે ગામ વેચી મારી છે અને હાલ માં ગામ ના સરપંચ ની ઉપરવટ જઈ તળાવ માં ખોદકામ જારી રાખી પોતાનું ધાર્યું કરી રહ્યા છે અને તેઓ ને રોકવાવાળું કોઈજ નથી.આ ઇસમો એસરકારી તિજોરી ને ચુનો કેટલો ચુનો ચોપડ્યો તે હવે તપાસ નો વિષય બન્યો છે.
કાયદેસર રીતે તો 10 જૂન સુધી જ સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી કાઢવાની થતી હતી પરંતુ ત્યાર બાદ પણ પાલણ ગામ ના આ તળાવ માંથી 13 દિવસ સુધી માટી કાઢી ને ગામે ગામ વેચી મારી હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. સત્ય ડે ની ટીમે સ્થળ ઉપર જઇ હાથ ધરેલી તપાસ દરમિયાન એક ટ્રક માં 15 ટન થી વધુ માટી ભરાતી હોવાનું જણાયું હતું , આમ એક દિવસ એક ટ્રક ત્રણ ફેરા મારી રહી છે ત્યારે 50 જેટલા ટ્રક ચલાવનાર ભુ માફિયા ઓ એક દિવસ માં 150 ટ્રક માટી ભરી તો 13 દિવસ માં આ ભુ માફિયા ઓએ 1900 થી વધુ ટ્રકો ના ફેરા લગાવી હજારો ટન માટી ઉલેચી નાખી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે, આમતો સુજલામ સુફલામ યોજના અંતર્ગત શરતો મુજબ માટી તળાવ માંથી કાઢી ગામ માજ ઉપયોગ માં કે સરકારી કામો માં ઉપયોગ માં લેવાની થતી હોય છે પરંતુ આ ભુ માફિયા ઓ એ વલસાડ શહેર અને એના આજુબાજુ ના ગામો પણ એક ટ્રક દીઠ 3 હજાર ઉઘરાવી ને માટી વેચી મારી હોવાની વાત જાણવા મળી છે.
હાલ તો 10 જૂન બાદ સુજલામ સુફલામ ની યોજના અંતરગર માટી કાઢવાની પરવાનગી આપવા નથી આવી એવું દમણગંગા ડિપાર્ટમેન્ટ કહી રહ્યું છે તો બીજી તરફ ગામ ના સરપંચ પણ જણાવી રહ્યા છે કે ગ્રામ પંચાયત તરફ થી પણ કોઈ પરવાનગી આપી નથી તો આ ભુ માફિયા ઓ કોની મંજૂરી થી સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા છે તે સવાલો ઉઠ્યા છે અને ભુ માફિયા ઓ પર ખાણ ખનીજ વિભાગ મહેરબાન હોય તેમ જણાઈ રહ્યુ છે એટલુંજ નહિ બિન્દાસ બનેલા ભૂ માફિયા કોના ખીલે કુદી રહ્યા છે અને કોણ કોણ આ ગેરરીતિ માં સામેલ છે તેની તળિયા ઝાટક તપાસ થાય તે જરૂરી બન્યું છે.