પહેલા પરિવારનો એક જ સભ્ય કોઇ સી.એ. અથવા તો ટેકસ કન્સલ્ટન્ટ પાસે જાય તો તેના મોબાઇલ નંબર અને મેઇલ આઇડીને આધારે પરિવારના તમામ સભ્યોનું રિર્ટન ફાઇલ કરાવી શકતો હતો હવે તે શકય નહિ બને.
ટેકસ કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ ઇનકમટેકસ રિટર્ન ફાઇલ કરવા લોગઇન થવા માટેની પદ્ધતિમાં ફેરફાર થવાથી કરદાતાઓની હાલાકીમાં વધારો થશે. કેમકે ઘણા સિનિયર સિટીઝન કરદાતાઓ મોબાઇલ કે ઇમેઇલનો ઉપયોગ કરતા નથી હોતા. તેવી જ રીતે ઘણી મહિલાઓ ઇમેઇલનો ઉપયોગ નથી કરતી. આવા કરદાતાઓ પોતાના સંતાનો કે પછી કોઇ સ્વજનો અથવા સગા સંબંધીઓના મોબાઇલ કે ઇમેઇલ આઇડીને આધારે ઓટીપી જનરેટ કરાવી પોતાનું રિટર્ન ફાઇલ કરાવી દેતા હતા. હવે જેતે નંબર અને આઇડીને આધારે માત્ર ત્રણ જ રિટર્ન ફાઇલ થઇ શકશે આ ફેરફારને કારણે મોબાઇલ કે ઇમેઇલ આઇડીનો ઉપયોગ નહીં કરનારા કરદાતાઓની તકલીફમાં વધારો થશે.