ભારત (IND) અને ન્યુઝીલેન્ડ (NZ) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે રમાશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને ક્લીન સ્વીપ કરવા પર હશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ જીત સાથે શ્રેણીનો અંત કરવા માંગશે. બંને ટીમો ખૂબ જ મજબૂત છે અને અગાઉની મેચોની જેમ આ મેચ પણ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે છેલ્લી બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમ આ જ ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
છેલ્લી મેચમાં ઘણા યુવા ચહેરાઓને તક મળી શકે છે
ભારતીય ટીમે આ શ્રેણી પર કબજો જમાવ્યો છે અને છેલ્લી મેચમાં ઘણા યુવા ચહેરાઓને તક મળવાની આશા છે. વેંકટેશ ઐયર અને હર્ષલ પટેલે છેલ્લી બે મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અવેશ ખાન ત્રીજી મેચમાં ડેબ્યૂ કરી શકે છે. તેના સિવાય સીનિયર બોલર યુઝવેન્દ્ર ચહલ પણ છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે.
જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની છેલ્લી મેચ રવિવારે (21 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે થશે, જ્યારે રમત સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
શું તમે અહીં લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાની ચેનલો પર આ T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. આ સિવાય તમે ડીડી સ્પોર્ટ્સ પર પણ આ મેચની મજા માણી શકો છો.
અહીં લાઈવ સ્ટ્રીમિંગ જુઓ
તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જોઈ શકશો.