ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ફિલ્ડિંગ દરમિયાન ડાબા હાથની ઈજા થઈ હતી.રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાંથી હટી જવાની ફરજ પડી હતી.
હર્ષલ સિરાજનું સ્થાન લેશે
મોહમ્મદ સિરાજ આ ઈજાને કારણે પસંદગી માટે હાજર રહી શક્યો ન હતો, તેની ગેરહાજરીમાં RCBના ફાસ્ટ બોલર હર્ષલ પટેલને તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તક મળી હતી. હર્ષલને ભારતના દિગ્ગજ ક્રિકેટર અજીત અગરકરે T20 કેપ આપી હતી.
https://twitter.com/BCCI/status/1461681068164009995
સિરાજની ઈજા પર BCCIનું નિવેદન
બીસીસીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “સિરાજને જયપુર ખાતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં તેની બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે તેના ડાબા હાથની આંગળીઓ (વેબ)ની મધ્યમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખી રહી છે.
સિરાજ મોંઘો સાબિત થયો
જયપુરમાં મોહમ્મદ સિરાજ. તેણે તેની 4 ઓવરના સ્પેલમાં 9.75ના ઇકોનોમી રેટથી 39 રન આપ્યા અને 1 વિકેટ લીધી. તેણે ભારતીય મૂળના કિવી બેટ્સમેન રચિન રવિન્દ્રને ક્લીન બોલ્ડ કર્યો હતો.