ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે (રવિવારે) રમાશે. રોહિત શર્માની કપ્તાનીમાં સીરિઝ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને કિવી ટીમને 3-0થી ખતમ કરવા ઈચ્છે છે. મેચમાં સૌથી વધુ નજર રોહિત શર્મા પર રહેશે. કેપ્ટન તરીકે પોતાની પ્રથમ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવનાર રોહિત પાસે T20 ઈન્ટરનેશનલનો મોટો રેકોર્ડ બનાવવાની તક છે.
રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી 3141 રન બનાવ્યા છે. તે T20માં ભારત માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિત પછી T20 ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે, જેણે 3227 રન બનાવ્યા છે. એટલે કે ભારત માટે સૌથી વધુ T20 રન બનાવવાના મામલે રોહિત શર્મા વિરાટથી માત્ર 87 રન દૂર છે. હવે જ્યારે વિરાટ આ સીરીઝમાં નથી રમી રહ્યો અને રોહિત જબરદસ્ત ફોર્મમાં છે, તો એવી આશા રાખી શકાય છે કે આજની મેચમાં રોહિત આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
માર્ટિન ગુપ્ટિલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે
-ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિને ભારત સામેની છેલ્લી T20Iમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ માત્ર વિરાટ કોહલીના નામે હતો. હવે માર્ટિન ગુપ્ટિલના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3248 રન છે. ગુપ્ટિલ પછી વિરાટ કોહલી અને પછી રોહિત શર્મા આ લિસ્ટમાં આવે છે.
-T20ના ત્રણ મહાન બેટ્સમેનઃ ગુપ્ટિલ, વિરાટ અને રોહિત
માર્ટિન ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ માટે 111 ટી20 મેચ રમી છે. જેમાં તેણે 32ની એવરેજ અને 136ની સ્ટ્રાઈક રેટથી 3248 રન બનાવ્યા છે. તેના નામે 2 સદી પણ છે. ગુપ્ટિલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર (161) મારનાર ખેલાડી પણ છે.
-વિરાટે માત્ર 95 મેચની 87 ઇનિંગ્સમાં 3227 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 52 રનની રહી છે. તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી શક્યો નથી પરંતુ તેના નામે 29 અડધી સદી છે.
-રોહિત શર્માએ ભારત માટે 118 T20 રમી છે. જેમાં તેણે 33ની એવરેજ અને 139ની સ્ટ્રાઈક રેટથી 3141 રન બનાવ્યા છે. તેણે 147 સિક્સર ફટકારી છે.