7 વર્ષ પહેલા રશિયામાં રમાયેલા આઇઍઍઍફ વર્લ્ડ વોકિંગ કપમાં ત્રીજા સ્થાને આવતા સ્હેજમાં ચૂકી ગયેલી ભારતીય ટીમને અચાનક 7 વર્ષ પછી બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બીજા સ્થાને રહેલી યુક્રેનની ટીમનો ઍક સભ્ય ડોપિંગમાં ફસાતા આખી ટીમને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને તેના કારણે ત્રીજા સ્થાનની ટીમ બીજા અને ચોથા સ્થાનની ટીમ ત્રીજા સ્થાને આવી જતાં ભારતીય ટીમને આ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
મે 2012માં સરાંસ્કમાં યોજાયેલી આ ઇવેન્ટની 20 કિમી વોકિંગ સ્પર્ધામાં કેટી ઇરફાન, બાબુભાઇ પાનુચા અને સુરિન્દર સિંહની ભારતીય ટીમ ચીન, યુક્રેન અનેઓસ્ટ્રેલિયા પછી ચોથા સ્થાને રહી હતી. હવે અચાનક 7 વર્ષ પછી યુક્રેનનો ઍથ્લીટ રસલાન દિમિત્રેન્કો ડોપિંગમાં અયોગ્ય ઠરતાં ભારતીય ટીમને આ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.