મોટાભાગના લોકો કહેતાં હોય છે કે પ્રેમની ક્યારેય ઉંમર નથી હોતી અને કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. જી હાં એવું જ કંઈક ઈંડોનેશિયામાં થયું છે જ્યાં 83 વર્ષનો દુલ્હો અને 27 વર્ષની દુલ્હન લગ્નના બંધનમાં બંધાઈને હંમેશાં માટે એકબીજાના થઈ ગયા હતા. 83 વર્ષનો સુદરગો અને 27 વર્ષની નુરાનીની પહેલી મુલાકાત જુલાઈ 2019માં થઈ હતી, જ્યારે નુરાની તેના માતા-પિતા સાથે સુદરગોના ઘરે ગઈ હતી.
સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે નુરાની હતાશામાંથી પસાર થઈ રહી હતી, જેમાંથી બહાર નીકળવા માટે તેના પિતા સુદરગો પાસે મદદ માગી હતી. સુદરગો સાથે થોડો સમય પસાર કર્યા બાદ નુરાની પહેલાથી સારું ફીલ કરવા લાગી હતી અને તેના ઈલાજ માટે પોતાના ઘરે બોલાવા લાગી. તેના પછી ઈલાજ દરમિયાન બંનેની વચ્ચે વાતચીત વધવા લાગી.
સુદરગો કહે છે કે નુરાની તેને હંમેશાં ફોન કરીને પોતાના ઘરે બોલાવતી હતી અને વાત કરવી પસંદ કરતી હતી. બંનેને એકબીજા સાથે ઘણું ગમવા લાગ્યું હતું. જેના પછી એક મહિના બાદ 27 વર્ષની નુરાનીએ સુરદગો સાથે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો અને જેને તે ન પાડી શક્યો. 18 ઓગસ્ટે બંનેએ લગ્ન કરી લીધા અને ફોટાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. હવે આ ફોટા દુનિયાભરની હેડલાઈન બની રહી છે.
નુરાનીએ કહ્યું કે, મારા પતિના બાળકોએ મને ઘણી વાર પૂછ્યું, તેમને આશ્ચર્ય થાય છે કે મને મારી ઉંમરનો પતિ મળી શકતો હતો તો મેં 83 વર્ષના સુદરગો સાથે લગ્ન કેમ કર્યા. જોકે મસ્ત મજાનો જવાબ આપતા નુરાનીએ કહ્યું, મને મારી ઉંમરનું કોઈ મળ્યું નહીં અને વધુમાં આ ‘દાદા’ મને પસંદ છે.