રિસર્ચમાં સામેલ 12.04% લોકોમાં ઈન્સોમ્નિયા સાથે માઈગ્રેનની સમસ્યા જોવા મળી હતી અનિદ્રાથી પીડાતા લોકોમાં માઈગ્રેન થવાનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે.
ઈન્સોમ્નિયા (અનિદ્રા)ની અસર માઈગ્રેનની તીવ્રતા પર પડે છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘અમેરિકન જર્નલ ઓફ મેનેજ્ડ કેર’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ પુરવાર કરાયું છે.
નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સર્વિસના ડેટા મુજબ અમેરિકામા વર્ષ 2010માં માઈગ્રેનનો આંકડો 4,88,733 હતો જે વર્ષ 2016માં વધીને 5,35,305 થયો હતો.
માઈગ્રેન અને ઈન્સોમ્નિયાના સંબંધને સાંકળવા માટે આ રિસર્ચ વર્ષ 2006થી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાઉથ કોરિયાના 10 લાખ લોકો સામેલ હતા.
આ રિસર્ચમાં પુરવાર થયું છે કે, 12.04% લોકો માઈગ્રેન સાથે અનિદ્રાથી પણ પીડિત હતા. રિસર્ચમાં સામે આવ્યું કે, અનિદ્રાથી પીડાતા લોકોમાં માઈગ્રેન થવાનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે.