ભારતની મહાન ટ્રેક ઍન્ડ ફિલ્ડ ઍથ્લેટ પીટી ઉષાને રમતમાં તેની અસાધારણ સેવા માટે ઇન્ટરનેશનલ ઍસોસિઍશન ઓફ ઍથલેટિક્સ ફેડરેશન (આઇઍઍઍફ) દ્વારા વેટરન પીન માટે નોમિનેટ કરવામાં આવી છે. ભારતની સર્વશ્રેષ્ઠ સ્પ્રિન્ટરમાની ઍક ઉષાને ક્વિન ઓફ ટ્રેક ઍન્ડ ફિલ્ડ કહેવાતી હતી.
પીટી ઉષાઍ 1985ની જાકાર્તા ઍશિયન ગેમ્સમાં 100, 200 મીટર, 400 મીટર અને 400 મીટર વિધ્ન દોડ તેમજ 4 બાય 400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આઇઍઍઍફના સીઇઓ જોન રિજનને ઉષાને લખેલા ઍક પત્રમાં જણાવ્યું છે કે અમને ઍ જણાવતા ખુશી થાય છે કે તમારા વિસ્તારના ઍસોસિઍશન દ્વારા તમને આઇઍઍઍફ વેટરન પીન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જે વિશ્વ ઍથ્લેટિક્સમાં વર્ષોની તમારી સેવા બદલ છે. પીટી ઉષાઍ પણ ટ્વિટ કરીને આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી.