ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ૨૪ થી ૨૬ એપ્રિલ વચ્ચે ‘Apple Days Sale’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં એપલની કેટલીક પ્રોડક્ટ્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. આ સેલમાં સૌથી મોટી ઓફર iPhone ૭ પર મળી રહી છે.
એપલ ડેઝ સેલમાં iPhone ૭ નું 256GB સ્ટોરેજ વેરીયેંટ ૨૦,૦૦૦ રૂપિયાની છૂટ સાથે ૫૯,૯૯૯ રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત ૮૦,૦૦૦ રૂપિયા છે. સાથે જ સ્માર્ટફોન પર ૧૯,૦૦૦ રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આઈફોન ૭ નો 32GB સ્ટોરેજ વેરીયેંટ ૧૨ હજાર રૂપિયાની છૂટ મળી રહી છે અને આ સ્માર્ટફોન ૪૭,૯૯૯ રૂપિયામાં ખરીદવામાં આવી શકે છે.