નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની પ્રક્રિયામાં તેજી થતાં તેના માતાપિતામાં આશા છે કે હવે તેની પુત્રીને જલ્દી જ ન્યાય મળશે. ત્યારે ફાંસીની પ્રક્રિયા શું છે અને કેવી રીતે કોઈ વ્યક્તિને ફાંસી પર લટકાવ્યા બાદ પણ તે જીવતો રહી શકે છે. વાસ્તવમાં 37 વર્ષ પહેલાં એવું થયુ હતુ અને તે પણ તિહાર જેલમાં જ બન્યુ હતુ. મેડિકલ સાયન્સનું ઉદાહરણ આપતા તિહાર જેલનાં વરિષ્ઠ ડોક્ટર સિવાય વાસ્તવિકતામાં શરીરનું વજન ઓછું હોવાને કારણે બે કલાક બાદ પણ મોત ન થવાના કિસ્સા બની ચૂક્યા છે. 31 જાન્યુઆરી 1982માં આ ઘટના થઈ હતી. કુખ્યાત હત્યારા રંગા અને બિલ્લાને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી.
તિહાર જેલનાં પૂર્વ પ્રવક્તા સુનીલ ગુપ્તાના પુસ્તક બ્લેક વોરંટમાં આ આખો કિસ્સો લખેલો છે. આ પુસ્તક મુજ ફાંસીમાં દરેક વસ્તુ કાળી હોય છે. કાળા કપડા, કાળું વોરંટ, કાળો થેલો વગેરે.31 જાન્યુઆરી 1982માં સવારે પાંચ વાગ્યે રંગાએ સ્નાન કર્યુ હતુ બિલ્લાએ નહોતું કર્યુ. તત્કાલીન જેલ અધીક્ષક આર્ય ભૂષણ શુક્લએ લાલ રૂમાલ હલાવ્યો તો જલ્લાદે લીવર ખેંચી લીધુ. 2 કલાક બાદ જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો બિલ્લા મરી ગયો હતો પરંતુ રંગાની નાડી ચાલુ જ હતી.શ્વાસ રોકવાથી કે શરીરનું વજન ઓછું હોવાને કારણે એવું બની શકે છે. જ્યારે રંગાનાં શ્વાસ ચાલી રહ્યા હતા તો તેમના પગને ફરીથી નીચેથી ખેંચવામાં આવ્યા હતા. લેખકે લખ્યુ છે કે, તે સમયે તેઓ ત્યાં હાજર હતા.