ઓનલાઈન રેલ ટિકિટ બુક કરાવવા માટે ઉપયોગમાં લેવાતા કેટલીક બેક્નોના કાર્ડ પર પ્રતિબંધ મૂકાયા હોવાના અહેવાલોને IRCTCએ ફગાવી દીધા છે. શુક્રવારે આવેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે સુવિધા ચાર્જને મુદ્દે બેક્ન અને આઈઆરસીટીસી વચ્ચે એટલી હદે વિખવાદ વધી ગયો છે. છ બેક્નના કાર્ડ પર આઈઆરસીટીસી એ પ્રતિબંધ મૂકી દીધો છે. IRCTCએ સ્પષ્ટીકરણ કર્યુ છે કે તમામ બેક્નો કાર્ડથી રેલ ટિકિટ બુક થઈ શકશે અને કોઈ પણ કાર્ડથી ચૂકવણી પર પ્રતિબંધ મૂક્યો નથી.
IRCTCના પ્રવક્તા સિદ્ધાર્થ કુમારનું કહેવું છે કે કેટલીક બેક્નોના કાર્ડ પર પ્રતિબંધ મુકવાના અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. આથી ગ્રાહકો કોઈ પણ બેક્નના કાર્ડથી ટિકિટ બુક કરાવી શકે છે.
આ અગાઉ એવા રિપોર્ટ્સ હતાં કે હવે છ બેક્નના કાર્ડ પર ગ્રાહક ઓનલાઇન બુકિંગ નહીં કરાવી શકે. બેક્નોનું કહેવું છે કે સુવિધા ચાર્જની રકમ પોતાની પાસે રાખવા આઈઆરસીટીસીએ આ પગલું લીધું છે. હવે ઓનલાઇન બુકિંગ માટે ઇન્ડિયન ઓવરસિઝ બેક્ન, કેનરા બેક્ન, યુનાઈટેડ બેક્ન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેક્ન , સેન્ટ્રલ બેક્ન ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેક્ન અને એક્સિસ બેક્નના કાર્ડની મદદથી આઈઆરસીટીસીને ચૂકવણી થઈ શકશે. બાકીની કોઇ બેક્નના કાર્ડથી ચૂકવણી થઈ શકશે નહીં.