પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલાની માહિતી આપતા ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષા પણ કડક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ISIS કાશ્મીરે ગઈકાલે રાત્રે લગભગ 9.30 વાગ્યે ગૌતમ ગંભીરને તેના સત્તાવાર ઈ-મેલ પર ધમકીભર્યો મેલ મોકલ્યો હતો. આ મેલમાં ધમકી આપવામાં આવી છે કે અમે તને (ગૌતમ ગંભીર) અને તારા પરિવારને મારી નાખીશું.
આ ઈ-મેલ મળ્યા બાદ ગંભીરે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. હવે આ કેસની તપાસ દિલ્હી પોલીસના સાયબર સેલને સોંપવામાં આવી છે. સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ખરેખર ધમકીનો મેલ છે કે કોઈ પ્રેન્ક છે.