સોનાના ખરીદદારોને મોટો ઝટકો લાગ્યો છે. આજે 1 જુલાઈ 2022થી મોદી સરકારે સોના પરની આયાત ડ્યૂટી વધારવાની જાહેરાત કરી છે. ભારતે સોના પર તેની બેઝ ઈમ્પોર્ટ ડ્યુટી 7.5% થી વધારીને 12.5% કરી છે. એટલે કે સોના પરની આયાત જકાત 5% મોંઘી થઈ છે. તમને જણાવી દઈએ કે આ ગયા વર્ષે સરકારે બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 7.5% કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં સોના પર 3% GST લાગે છે. એકંદરે સામાન્ય માણસ માટે હવે સોનું ખરીદવું મુશ્કેલ છે.
કેમ લેવાયો નિર્ણય
ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની મોટાભાગની સોનાની માંગ આયાત દ્વારા પૂરી કરે છે, જે રૂપિયા પર દબાણ લાવી રહ્યું હતું. રૂપિયો સતત ઘટી રહ્યો છે, તેની અસર થઈ છે. અમેરિકી ડૉલર સામે આજે 79 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
સોનાની કિંમત
આજે, MCX પર સોનાનો ભાવ લગભગ 3% વધીને ₹51,900 પ્રતિ 10 ગ્રામ થયો છે. તે જ સમયે, આજે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.