દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ સસ્તી ઇલેક્ટ્રિક કારો તૈયાર કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.મારૂતિ સુઝુકીએ કહ્યું કે, 5 લાખથી છ લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર બનાવવાનું સરળ નથી. કેમકે ઇલેક્ટ્રિક કારોમાં જે બૅટરીનો ઉપયોગ થાય છે તેમનો ખર્ચ ઘણો વધારે આવે છે તો આવી સસ્તી કારો બનાવવામાં મુશ્કેલી પડે છે.
મારૂતિ સુઝુકીના સીઇઓ કેનિચી અયકાવાએ કહ્યું છે કે ભારતમાં ગ્રાહક ઓછા ભાવમાં એક સારી કાર ખરીદવાનો ભાર મુકે છે.જો કંપની અફોર્ડેબલ ઇલેક્ટ્રિક કાર ઉતારે છે તો તે ભારતીય ગ્રાહકોનું બજેટમા સરળ રીતે આવશે પરંતુ કંપનીએ નાની અને અફોર્ડેબલ ઇલેક્ટ્રિક કાર તૈયાર કરવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.કંપની બેટરીની કિંમત ઘટાડવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે.
તાજેતરમાં જ મારૂતિ સુઝુકીએ લિથિયમ આયન બૅટરી તૈયાર કરવા માટે ગુજરાતમાં પ્લાન્ટ મૂક્યો છે.દેશમા જ કાર તૈયાર થતા તેની કિંમત ઓછી થશે.કારોની કિંમત ઘટાડવા માટે મારૂતિ સુઝુકીએ ટોયોટો સાથે પણ હાથ મિલાવ્યા છે.મારૂતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર વર્ષ 2020 સુધી લોન્ચ થશે.