“માનવતા ની મુરત પૂરી પાડતા પોલીસ કર્મચારીઓમજૂર વર્ગના રેકડી ગલ્લા વાળાઓએ ફૂલહારથી જાહેરમાં સન્માન કર્યું” મોરબી શહેર જિલ્લામાં જ્યાં સતત રાત-દિવસ વાહનોની અવરજવર રહે છે તેવા ભરચક વિસ્તાર વીસી ફાટક પાસે ટ્રાફિકમાં ફરજ બજાવતા “એ-ડિવિઝન” પોલીસ મથકના માવજીભાઈ સુખાભાઈ ચાવડા ટ્રાફિક જવાનો ને બહુમાન સાથે લોકોએ સન્માન કર્યું. મોરબીના મણિ મંદિર પાસે આવેલા વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કૂલ અને વીસી હાઇસ્કુલ સરકારી પ્રાથમિક શાળા સહિત બેંક અને રેલવે સ્ટેશન નજીક થતું હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને સતત અવર-જવર રહેતી હોય તેવા સમયે ફરજ નિસ્ટ પોલિસ કર્મચારીએ ફરજ ના ભાગે માનવતા ભર્યું કાર્ય કર્યું હોય તે કાર્યને બિરદાવવા માટે મોરબીના લોકો સતત આગળ રહ્યા છે. સ્થાનિક લારી ગલ્લા રિક્ષા વાળા સહિત ના લોકો દ્વારા પોલીસ જવાન તેમજ જીઆરડી જવાનો નુ ફુલહાર થી સન્માનિત કરાયા હતા. ટ્રાફિક પોલીસ જવાન ની વાત કરવામાં આવે તો માવજીભાઈ સુખાભાઈ ચાવડા અગાઉ કચ્છ ભુજ ખાતે સવા પાંચ વર્ષ ફરજ નિભાવી ચુક્યા છે અને માળિયા સહિત 2012 થી મોરબી જિલ્લામાં છેલ્લા 8 વર્ષ થી ટ્રાફિક પોલીસમા ફરજ બજાવી રહ્યા છે. હાલ શહેરના વીશીફાટ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી રહ્યા છે જ્યાં તેના ફરજના કાર્યથી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ આપતા હોય તે રીતે ફરજકાળ દરમિયાન માનવતા ભેદ કાર્ય કરી રહ્યા છે જેમકે વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરાવવું અને વિકલાંગ લોકોને પણ માનવતા ની દ્રષ્ટિએ રોડ રસ્તા ક્રોસ કરાવી રહ્યા છે તેવા ફરજ નિષ્ઠ પોલીસ માવજીભાઈ સુખાભાઈ ચાવડા ની પ્રજાલક્ષી માત્ર ત્રણ માસ થી જ વીશીપરા વિસ્તારમાં થયા છે છતાં તેની પ્રજાલક્ષી કામગીરી પ્રજાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લેતા લોકોએ તેને જાહેરમાં ફુલહારથી સન્માનિત કર્યા હતા.
Thursday, May 2