લોકડાઉન માં જો તમને વિજજોડાણ કપાવવા નો ડર હોય તો હવે નિશ્ચિત થઈ જાઓ કેમકે જીઈબી દ્વારા ગ્રાહકો ને ધરપત આપી છે કે ગ્રાહકો એ ગભરાવાની જરૂર નથીઅને 15 મે સુધી કોઈ પણ જાતના વધારા ના ચાર્જ કે પેનલ્ટી વગર બિલ ભરી શકાશે એટલું જ નહીં 15 મે સુધી કોઈપણ વીજ જોડાણ કાપવામાં આવશે નહીં.. જેથી ગ્રાહકો ગભરાવાની જરૂર નથી. લોકડાઉન પ્રિયેડ દરમ્યાન ગ્રાહક ને ગુણવત્તા વાળો અને સાતત્ય પૂર્ણ 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા માંટે DGVCL ના કર્મચારી અધિકારી કટિબદ્ધ છે..
હાલ કાળઝાળ ગરમી ચાલી રહી છે પણ વીજ પુરવઠા બાબતે કોઈ ફરિયાદ નથી. અને લોકડાઉન ભવિષ્યમાં લંબાઈ અને ચોમાસા દરમ્યાન વીજ વિક્ષેપ ના પડે તે માટે પ્રિ મોન્સૂન ની કામગીરી પણ હાલે હાથ ધરવામાં આવી છે. અને બિલ ઓનલાઇન તમામ વિજાણો ના માધ્યમ થી તથા ગ્રાહકોના ઘરે કોઈ પણ વીજ કચેરી એ બિલ ભરી શકાય તેમજ કોર્પોરેટ કચેરી વલસાડ ખાતેની વિજપેટા કચેરીઓમાં કામગીરી સબબ સંકલન જળવાઈ રહે અને યોગ્ય કામગીરી થતી રહે. તે માટે યોગ્ય કોર્પોરેટ કચેરી થી ઓ એન્ડ એમ તેમજ વિજલન્સ વિભાગ ના અધિકારીઓ સતત પ્રયત્નશીલ છે.